ગિરનાર રોપ-વેમાં પ્રવાસીઓ વધ્યાં:130 કરોડમાં બનેલા રોપ-વેથી અત્યાર સુધીમાં 56 કરોડની કમાણી; 19 મહિનામાં 50% ખર્ચ વસૂલ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિરનાર રોપ-વેની તસવીર - Divya Bhaskar
ગિરનાર રોપ-વેની તસવીર
  • ગિરનાર પર એક મહિનામાં રોપ-વેથી જનાર 18,608 પ્રવાસી વધ્યા
  • રોપ-વેમાં એક જ મહિનામાં 18608 પ્રવાસી વધ્યા, આવક 1 કરોડ વધી
  • રોપ-વેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક થઇ, હવે રાજ્ય સરકાર રોપ-વે કેબિનને પણ સંગીતમય બનાવશે

ગિરનાર રોપ-વેને શરૂ થયાને 19 મહિના વિત્યા. અત્યાર સુધીમાં રોપ-વેમા ગિરનાર પર્વત ચઢ્યા હોય એવા પ્રવાસીઓની સંખ્યા 11 લાખને આંબી ગઈ છે. આ 11 લાખ પ્રવાસીઓને તળેટીથી અંબાજી સુધીનાં 5,500 પગથિયાં નથી ચઢવા પડ્યા. એ રીતે પ્રવાસી દીઠ સરેરાશ 2 માનવ કલાક ગણીએ તો કુલ 22 લાખ માનવ કલાક બચી ગયા છે. એમાંય આ મહિનેથી સવારે ટ્રોલી શરુ કરવાના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે. સવારે 8 ને બદલે આ રીતે 7 વાગ્યે શરૂ થઈ જાય છે. આથી પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 18,608 થઈ ગઈ છે.

ગિરનાર રોપ-વે કાર્યરત કરવા પાછળ 130 કરોડનો ખર્ચ થયો હતો. એમાંથી 56 કરોડની આવક થતાં કંપનીને આ 19 મહિનામાં જ અડધો ખર્ચ તો નિકળી ગયો છે. રોપ-વેની કુલ 25 ટ્રોલીમાં હવેથી મુલાકાતીઓને સંગીત પણ સાંભળવા મળશે. અત્યારે ગિરનાર રોપ-વે 25 ટ્રોલી થકી રોજની 551 ટ્રીપ કરે છે. અને એક મહિનામાં આવકમાં એક કરોડનો વધારો થયો છે. એમ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડાયરેકટર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.

ગિરનાર પર્વત પર ઓક્ટોબર 2020માં શરૂ કરાયેલા રોપ-વેનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે અને કુલ રૂ. 56 કરોડ આવક થઇ છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઊંચા રોપ-વેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ ચાલે છે. પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર ટૂંક સમયમાં રોપ-વે કેબિનને પણ સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે.

પૂનમના પ્રવાસીની સંખ્યા વધી
રોપ-વે નહોતો બન્યો ત્યારથી જ ગુરુ દત્તાત્રેય શિખરે પૂનમના દર્શન માટે હજારો ભાવિકો આવતા. રોપ-વે શરૂ થતાં આ સંખ્યા પણ વધી છે. જોકે વર્ષોથી જે લોકો પગથિયાં ચઢીને ગિરનાર જાય છે, તેઓ રોપ-વેનો ઉપયોગ નથી કરતા.

મહિનોપ્રવાસી આવક
ફેબ્રુઆરી-202259,188 3.1 કરોડ
માર્ચ-202277,796 4.03 કરોડ
અન્ય સમાચારો પણ છે...