વિદ્યાર્થીઓને પ્રોત્સાહન:ગિરનાર પબ્લિક સ્કૂલ 2022-23 નો "નવરંગ વાર્ષિકોત્સવ' યોજાયો

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂં પાડવા કાર્યક્રમમાં પદાધિકારી, અઘિકારી અને વાલીગણ પણ જોડાયાતા

જૂનાગઢની ગિરનાર પબ્લિક સ્કુલ દ્વારા 2022-23 નો નવરંગ વાર્ષિકોત્સવ યોજાયો હતો. દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં વાલીગણ તેમજ પદાધિકારી અને અધિકારીઓ પણ જોડાયા હતા.લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગિરનાર પબ્લિક સ્કૂલ દ્વારા શાળા વાર્ષિકોત્સવનું રાત્રીના સમયે આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં શાળા ના સ્કોલર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સન્માન તથા કલાક્ષેત્રે શ્રેષ્ઠ પફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ સન્માન કર્યું હતું.

તેમજ ગત 25 તારીખ આયોજીત જૂનાગઢ ચિત્ર અને દેશભક્તિ ગીત સ્પર્ધાના વિજેતાઓનું શિલ્ડ અને રોકડ પુરૂકારથી સન્માન કરવામાં આવ્યું હતું.આ કર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કમિશનર, કોર્પોરેટર અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની સફળતાની જહેમત ટ્રસ્ટ મંડળ દ્વારા ઉઠાવાઈ હતી.આ કર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, રામાયણ, જંગલ થીમ વગેરે પર ઉત્કૃષ્ઠ કૃતિઓ ડાન્સ સ્વરૂપે રજુ કરેલ હતી.આ કાર્યક્રમમાં ભાવસિંહ વાઢેર, ડો.લાખાણી, કમિશ્નર તથા ચેરમેન જે.કે.ઠેસીયા દ્વારા બાળકોને ઉદ્દબોધન આપી પ્રોત્સાહિત કરેલ હતા.

2000 થી વધુ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગિરનાર સ્કૂલના પરિવારના માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગ દ્વારા કરાયું હતું. કેમ્પસ બી.એમ.ડોબરીયા અને પ્રિન્સીપાલ હિરેન.બી.વ્યાસ દ્વારા જેહમત ઉઠાવાઈ હતી જેની પ્રશંશા વાલીગણ, ટ્રસ્ટીઓ અને મહેમાનો દ્વારા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...