પર્ફોર્મન્સ:ગિરનાર મહોત્સવનો પ્રારંભ : પ્રથમ દિવસે 16થી વધુ કલાકારોનું પર્ફોર્મન્સ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ટાઉન હોલમાં જૂનાગઢના મુક્તિદિન 9 નવેમ્બરથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ થયો છે. આ અંગે મુંબઇની પટેલ કલ્ચર ફાઉન્ડેશનના એમ.કે. પટેલે જણાવ્યું હતું કે, સાંજના 6થી રાત્રિના 10:30 સુધી કાર્યક્રમ યોજાયો હતો જેમાં 16થીવધુ કલાકારોએ પોતાનું પર્ફોમન્સ દાખવ્યું હતું. ખાસ કરીને ભૂવનેશ્વરના કલાકારોએ ઓડિસી નૃત્ય, અમદાવાદના કલાકારોએ ભરત નાટ્યમ અને મહારાષ્ટ્ર-પુનાના કલાકારોએ કથ્થક નૃત્ય રજૂ કર્યું હતું જેને જૂનાગઢની કલારસિક જનતાએ માણ્યું હતું. હજુ 13 નવેમ્બર સુધી ગિરનાર મહોત્સવ ચાલશે. દરરોજ સાંજના 6 વાગ્યાથી ટાઉન હોલમાં સમગ્ર દેશના અલગ-અલગ રાજ્યોના કલાકારો પોતાનું પર્ફોર્મન્સ દાખવશે જેને ફ્રિમાં પ્રવેશ મેળવી નગરજનો માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...