મુલાકાત:ગિરનાર અને રોપ-વે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

જુનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનાર અને રોપ-વે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ ગિરનાર પર્વત સ્થિત મા અંબાના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે મંત્રીએ દેશ અને ગુજરાતની સુખાકારી-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. મંત્રી પિયુષ ગોયલ ઉડન ખટોલાના માધ્યમથી મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મંત્રીએ ગરવા ગિરનારના અફાટ સૌંદર્યને રસપૂર્વક નિહાળ્યું હતું.

મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સોમનાથ અને જૂનાગઢની યાત્રાને અવિસ્મરણીય ગણાવતા જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન-પર્યટન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. પર્યટન સ્થળોએ અધ્યતન સુવિધાઓમાં વિકસાવવામાં આવી છે. જેનો લાભ યાત્રાળુ અને પર્યટકોને મળી રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં આધ્યાત્મિક વિરાસતની સાથે પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે. આ સાથે ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ વે નિર્માણ થવાથી આવનારા સમયમાં આ સ્થળ એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે. અંતમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દર વર્ષે 12 લાખ શ્રદ્ધાળુઓના રોપ વેના માધ્યમથી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ મહાનુભવો ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની આ યાત્રા દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, પુનિતભાઈ શર્મા, કિરીટ પટેલ, ઉદય કાનગડ, પ્રદીપભાઈ ખીમાણી, હિંમતભાઈ પડશાળા, સંજયભાઈ કોરડીયા, એભાભાઈ કટારા સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...