કરૂણાંતિકા:જૂની ચાવંડમાં ગરમ પાણીથી દાઝી જતાં બાળકીનું મોત

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસાવદર પંથકના જૂની ચાવંડ ગામે એક બાળકી રમતી હતી એ સમયે ગરમ પાણી ભરેલા વાસણને ઠોકર લાગી જતા ગરમ પાણી બાળકી પર ઉડ્યું હતું અને ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક બનાવમાં કેશોદના ધ્રાબાવડ ગામે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જસદણ પંથકના ગોખલાણા ગામે રહેતા મંગાભાઈ ઘુઘાભાઈ રાતડિયાએ વિસાવદર પોલીસ મથકમાં જણાવ્યા અનુસાર જિયાંસીબેન મંગુભાઈ (ઉ.વ. 2) જૂની ચાવંડ ગામે રહેણાક મકાને રમી રહી હતી ત્યારે રમત રમતમાં પાણીની તપેલીને ઠોકર વાગી હતી અને જિયાંસી પર ગરમ પાણી ઉડ્યું હોય દાઝી ગઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં કેશોદ પંથકના ધ્રાબાવડ ગામે રહેતાં જેન્તીભાઈ નથુભાઈ મારૂએ કેશોદ પોલીસમાં જણાવ્યા અનુસાર બાલુભાઈ નથુભાઈ મારૂ (ઉ.વ.40) એ કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી અને સારવાર માટે પ્રથમ કેશોદ બાદમાં જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન 2 જાન્યુઆરીના મોત નીપજ્યું હતું. યુવકે ક્યા કારણોસર ઝેરી દવા પીધી તે અંગે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...