વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ:ગીર સોમનાથનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 89.61 ટકા પરીણામ જાહેર થયું, 26 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 600 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 1627 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો
  • 1923 વિદ્યાર્થીઓએ B-2, 1563 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું છે. આજે શનિવારે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 % ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગીર સોમનાથ જિલ્લાનું 89.61 ટકા પરિણામ આવ્યું છે.

આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીણામમાં ગીર સોમનાથ જિલ્લામાં 7,177માંથી 6,431 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં 26 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 600 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 1627 વિદ્યાર્થીઓએ B-1, 1923 વિદ્યાર્થીઓએ B-2, 1563 વિદ્યાર્થીઓએ C-1, 650 વિદ્યાર્થીઓએ C-2, 40 વિદ્યાર્થીઓએ D અને 2 વિદ્યાર્થીઓએ E-1 ગ્રેડ મેળવ્યો હતો.

જ્યારે જિલ્લામાં સૌથી વધુ ડોળાસા કેન્દ્રનું 96.61 ટકા અને સૌથી ઓછું કોડીનાર કેન્દ્રનું 78.46 ટકા પરીણામ આવ્યું છે. જ્યારે બાકીના કેન્દ્રોની વાત કરીએ તો વેરાવળનું 84.60 ટકા, ઉનાનું 88.48 ટકા, તાલાલા (ઘુસીયા ગીર)નું 95.62 ટકા, સીમારનું 94.33 ટકા, ખંઢેરીનું 93.58 ટકા, સુપાસીનું 92.13 ટકા, વેળવાનું 92.50 ટકા અને સુત્રાપાડાનું 94.64 ટકા પરીણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...