તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:100 ટકા રસીકરણ વાળા ગામોમાં ગીર સોમનાથ રાજ્યમાં ત્રીજા ક્રમે, જૂનાગઢ જિલ્લામાં 2,37, 074 એ બંને ડોઝ લીધા

જૂનાગઢ/વેરાવળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોરઠમાં 2 જિલ્લા, 15 તાલુકાના 247 ગામોમાં 100 ટકાને પ્રથમ ડોઝ

કોરોનાની રસીના પ્રથમ ડોઝમાં 100 ટકા રસી લીધી હોય એવા ગામોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે. એમ જિલ્લાના સીડીએચઓ ડો. એચ. એચ. ભાયાએ જણાવ્યું છે. આ જિલ્લાનાં 126 ગામો એવા છે જ્યાં બધા જ લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના 121 ગામો એવા છે જ્યાં બધાએ રસી લઇ લીધી છે.સોરઠના ગિર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં 126 ગામોમાં 100 ટકા રસીકરણની કામગિરી સંપન્ન થઇ ચૂકી છે. અને તે રાજ્યમાં ત્રીજા ક્રમે હોવાની વાતને જિલ્લા કલેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું.

જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાના 121 ગામ એવા છે જ્યાં 100 ટકા લોકોએ રસી લઇ લીધી છે. બંને જિલ્લાના કુલ 15 તાલુકામાં સૌથી વધુ કોડીનાર તાલુકાના 34 ગામોએ 100 ટકા રસી લઇ લીધી છે. જ્યારે બંને જિલ્લામાં 100 ટકા રસી લેનાર સૌથી ઓછા ગામો પણ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાંજ છે. આ તાલુકામાં ફક્ત 9 ગામોમાં 100 ટકા રસીકરણ થયું છે.

જૂનાગઢ જિલ્લામાં તા. 2 સપ્ટે. સુધીમાં કુલ ગ્રામ્ય વિસ્તારમાં 7,09,218 ને પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 2,37,074 લોકો એવા છે જેમને બંને ડોઝ આપી દેવાયા છે.

જૂનાગઢ જિલ્લાના 100 ટકા રસીકરણવાળા તાલુકા

ક્રમતાલુકોગામ
1વિસાવદર10
2કેશોદ10
3મેંદરડા10
4માંગરોળ17
5ભેંસાણ10
6જૂનાગઢ11
7વંથલી18
8માણાવદર18
9માળિયા17
કુલ121

ગીર સોમનાથ જિલ્લાના 100 ટકા રસીકરણવાળા તાલુકા

ક્રમતાલુકોગામ
1કોડીનાર34
2તાલાલા15
3ગીરગઢડા21
4ઊના26
5વેરાવળ9
6સુત્રાપાડા21
કુલ126
અન્ય સમાચારો પણ છે...