તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક:પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથના માછીમારનું મોત, પરિવાર અને માછીમાર સમાજમાં શોક છવાયો

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ દિવસ પૂર્વે બીમારી બાદ માછીમારનું મોત થયું
 • માછીમાર 2019થી પાકિસ્તાનની જેલમાં બંધ હતો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત નીપજ્યું હોવાના સમાચારના પગલે તેના પરિવાર અને માછીમાર સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. આ માછીમાર વર્ષ 2019થી પાકિસ્તાની જેલમાં બંદીવાન હતો અને ત્રણેક દિવસ પૂર્વે થયોલી બીમારીથી મોત થયાની વિગતો સામે આવી રહી છે.

પાકીસ્તાન જેલમાં મોટી સંખ્યમાં માછીમારો બંદીવાન છે. ત્યાંની જેલમાં અનેક યાતનાઓ ભારતીય માછીમારો ભોગવી રહ્યા છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનો ભારતીય માછીમાર રમેશ તાભાભાઈ સોચાનું ત્રણ દિવસ પહેલા તા.26 માર્ચનાં રોજ મૃત્યુ થયુ છે.

આ માછીમાર પોરબંદરની સાગર જયપુર મસાણીની સાધના નામની બોટ (નં.GJ-25-MM-1734)માં ગત તા.05/05/2019 ના રોજ ફિશીંગ અર્થે ગયો હતો. જ્યારે આ બોટ પાકિસ્તાન મરીન અજેનસીએ જળસીમાએ પકડી હતી. ત્યારથી આ માછીમાર પાકિસ્તાનની જેલમાં બંદીવાન હતો. જ્યારે ગત તા.26 માર્ચનાં તેનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો