તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાને ટોપ 50 સુકાનીઓમાં સ્થાન મળ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેમ ઇન્ડીયા મેગેઝીનના સર્વેમાં 12 માપદંડોના આધારે પસંદગી કરી સ્થાન અપાયું

'ફેમ ઇન્ડીયાટ મેગેઝીન'ના સર્વેમાં ટોપ 50માં પોલીસ સુકાનીની 2021ની સૂચિમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક આઇ.પી.એસ. રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થતા ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવપૂર્ણ છે

ફેમ ઇન્ડિયા મેગેઝીન દ્વારા દેશભરમાંથી ઉત્કૃષ્ઠ કાર્યદક્ષ પોલીસ સુકાનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મેગેઝીન 12 માપદંડના આધારે દેશભરમાંથી 50 પોલીસ સુકાનીની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી ત્રણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા આઇ.પી.એસ. રાહુલ ત્રિપાઠીનો સમાવેશ થતા આ વિસ્તાર માટે ગૌરવપૂર્ણ છે. ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ, સોમનાથ મંદિરના દર્શને આવતા અનેક વી.વી.આઇ.પી. પ્રોટોકોલનું સુચારૂ નેતૃત્વ અને ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ઉમદા સુરક્ષા વ્યવસ્થા જેવા અનેક કાર્યોને ધ્યાને લઇને મેગેઝીન દ્વારા તેઓનો દેશના 50 ઉત્કૃષ્ટ પોલીસ સુકાનીમાં સમાવેશ કરાયો છે.

ફેમ ઇન્ડિયા દ્વારા ગુન્હાખોરી નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થામાં સુધારો, લોકો માટે મૈત્રીભાવ, દુરદર્શીતા, ઉત્કૃષ્ટ વિચારશક્તિ, જવાબદાર કાર્યશૈલી, ત્વરિત નિર્ણય શક્તિ, સજાગતા, વ્યવહાર કુશળતા જેવા માપદંડોના આધારે દેશભરમાંથી સર્વે કરવામાં આવેલ હતો. જેમાં સચોટ સર્વેને આધારે દેશભરમાંથી 2021ની સાલ માટે 50 ઉત્કૃષ્ટ પોલીસ સુકાનીઓની સૂચિ તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો