• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Gir Somnath District Gram Panchayat Elections Will Be Held For 2516 Seats, Polling Will Be Held On December 19 At 831 Polling Stations.

ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:ગીર સોમનાથ જિલ્લાની 285 ગ્રામ પંચાયતની 2516 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે, 831 મતદાન મથક પર 19 ડિસેમ્બરે મતદાન યોજાશે

ગીર સોમનાથ (વેરાવળ)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ગ્રામ પંચાયતોની મધ્યસત્ર અને 11 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડની બેઠકોનેી પેટા ચૂંટણી યોજાશે
  • જીલ્‍લામાં કુલ 831 મતદાન મથકો ઉપર 6 લાખ 22 હજારથી વઘુ મતદારો મતાઘિકારનો ઉપયોગ કરશે

રાજયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રીયા શરૂ થવાની સાથે ઉમેદવારી પત્રો ભરવાથી લઇ મતદાન અને મત ગણતરીની તારીખો ચુંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્‍લામાં 285 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 14 ગ્રામ પંચાયતોમાં મઘ્‍યસત્ર પેટા ચુંટણી મળી કુલ 299 ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજવા જીલ્‍લા તંત્રએ કામગીરી શરૂ કરી દીઘી છે.

ગીર સોમનાથ જિલ્લાના 299 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જે અંગે જિલ્લા ચૂંટણી કચેરીના નાયબ મામલતદાર પાસેથી મળેલ વિગત મુજબ જીલ્‍લાની 285 ગ્રામ પંચાયતોની કુલ 2,516 બેઠકો માટે જયારે 14 જેટલી ગ્રામ પંચાયતોમાં મઘ્‍યસત્ર-પેટા ચુંટણીની 14 બેઠકો માટે મતદાન યોજાનાર છે. જેના માટે જીલ્‍લામાં કુલ 831 મતદાન મથકો ઉપર કુલ 6,22,128 મતદારો મતાઘિકારનો ઉપયોગ કરશે. જયારે જીલ્‍લા ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇ કુલ 97 જેટલા ચૂંટણી અઘિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરની બેઠકની ફાઇલ તસ્વીર
જિલ્લા કલેકટરની બેઠકની ફાઇલ તસ્વીર

તાલુકા મુજબ જોઇએ તો વેરાવળ તાલુકામાં 47 ગ્રામ પંચાયતોની 416 બેઠકો માટે 99,472 મતદારો 133 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે. તાલાલા તાલુકામાં 34 ગ્રામ પંચાયતોની 292 બેઠકો માટે 71,368 મતદારો 101 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે. સુત્રાપાડા તાલુકામાં 45 ગ્રામ પંચાયતોની 388 બેઠકો માટે 89,149 મતદારો 126 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે. કોડીનાર તાલુકામાં 32 ગ્રામ પંચાયતોની 310 બેઠકો માટે 1,18,327 મતદારો 139 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે. ઉના તાલુકામાં 76 ગ્રામ પંચાયતોની 674 બેઠકો માટે 1,56,668 મતદારો 201 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે. ગીરગઢડા તાલુકામાં 51 ગ્રામ પંચાયતોની 436 બેઠકો માટે 87,144 મતદારો 131 મતદાન મથકો ઉપર મતાઘિકારનો ઉપયોગ કરશે.

ગીર સોમનાથ જીલ્‍લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 6,22,128 મતદારો પોતાના પસંદગીના સરપંચ અને સભ્યોને વિજેતા બનવા મતદાન કરશે. જીલ્‍લામાં નિર્ભયપૂર્વક ચૂંટણી યોજાવવાની સાથે મતદાન થઇ શકે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ જીલ્‍લા વહીવટી તંત્ર દ્રારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતોનું ભાવિ નકકી કરવા માટે તા.19 ડીસેમ્‍બરના રોજ મતદાન થશે જયારે તા.21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી માટે બેલેટપેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...