તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગિરનું જંગલ અભયારણ્ય બન્યા બાદ પ્રથમ વખત કોઇ સેલિબ્રિટી માટે ઉજવણી માટેનું ડેસ્ટીનેશન બન્યું છે. ફિલ્મ સ્ટાર આમીરખાન અને તેની પત્ની કિરણ રાવ તા. 28 ડિસે. 2020 ના રોજ પોતાના લગ્નની 15 મી એનિવર્સરી ગિર જંગલમાં ઉજવવા માટે પરિવાર સાથે સાસણ આવી પહોંચ્યો છે. પ્રથમ પત્ની રીના દત્તને 2002 માં ડિવોર્સ આપ્યા બાદ બંનેએ 28 ડિસે. 2005 માં લગ્ન કર્યા હતા. 2011 માં તેને ત્યાં પુત્ર આઝાદનો જન્મ થયો હતો. આમીરખાન આજે સવારે મુંબઇથી ચાર્ટર પ્લેનમાં પોરબંદર આવી પહોંચ્યો હતો. ત્યાં તેણે ગાંધીભૂમિ દર્શાવતા ફોટાનું એરપોર્ટની ગેલેરીમાંજ નિહાળ્યા હતા.
તો એરપોર્ટની બહાર ઉભેલા પત્રકારોને પણ પોઝ આપ્યા હતા. મીરખાનની સાથે પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન, આમીરની પ્રથમ પત્ની રીના દત્તા અને ઇમરાનની પુત્રી ઇમારા મલિક ખાન પણ જોવા મળી હતી. આમીર અને કિરણે કેઝ્યુલ કપડાં પહેર્યા હતા. આગામી દિવસોમાં આમીરખાન અને કરીના કપુરની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા રીલીઝ થઇ રહી છે. જે ફોરેસ્ટ ગમ્પ નામની ફિલ્મની હિન્દી રીમેક છે. દરમ્યાન સાસણ ખાતેની એક ખાનગી હોટલમાં તેનો મુકામ છે. તે આવતીકાલ તા. 27 ડિસે.ના રોજ સવારે ગિર અભયારણ્યમાં સિંહ દર્શન કરશે.
વનવિભાગે નવીનક્કોર 6 જીપ્સી તૈનાત કરી
આમીરખાનને સિંહ દર્શન કરાવવા માટે વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી છે. તેમજ ગાઇડ સહિત 15 લોકોનો કાફલો પણ તૈનાત કર્યો છે. ટ્રેકરોને પણ આમીરખાનની મુલાકાતના સમયે સિંહ રૂટ પરજ જોવા મળે એવી સુચના આપી દેવાઇ છે. આજે સાંજે મોડેથી આ માટે સ્ટાફની ખાસ મીટીંગ પણ યોજાઇ હતી.
5 ગાડી અને 1 વેનિટી વાન
આમીરખાનના પોરબંદરથી સાસણ સુધીના કાફલામાં 5 કાર અને 1 વેનિટીવાન પણ જોવા મળી હતી. જોકે, આ વેનિટીવાનની બસને જોઇ ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે જ્યાં આઉટડોર શુટીંગ થતું હોય ત્યાં તેની હાજરી હોય છે. અમિતાભ બચ્ચન અભિનીત એડ ફિલ્મ ખુશ્બુ ગુજરાત કી વખતે તેની કાળા રંગની વેનિટીવાને પણ લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું.
આમીરના આગમનને લઇ સોશ્યલ મીડિયા પર વિરોધ
આમીરખાનની સાસણની મુલાકાતને લઇ વિરોધ પણ નોંધાયો હતો. આપણું ગિર નામના સોશ્યલ મીડિયા પેજ પર કેટલાક લોકોએ સાસણની તેમની મુલાકાતને લઇ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, બાદમાં એડમિને પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.