વાર્ષિક ઇન્સ્પેકશન:પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર જૂનાગઢ રેલવે સ્ટેશનની મુલાકાતે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સલાહકાર સમિતી, ધારાસભ્યએ કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત

પશ્ચિમ રેલવે મુંબઇના જનરલ મેનેજર આલોક કંસલ રાજકોટ- સોમનાથ રેલવેના વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા. તેમણે જૂનાગઢ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અહિં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું તેમજ રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી નવા રિનોવેટ થયેલા રેલવે ક્વાર્ટરની ચાવી રેલવે કર્મચારીઓને સોંપી હતી. જૂનાગઢ ખાતે સીસીટીવી સિસ્ટમ, આરપીએફ બેરેકમાં ગ્રીડ કનેક્ટેડ સોલાર રૂફ ટોપ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ તકે રેલવે મેનેજર પ્રફુલભાઇ ભટ્ટ, ધારાસભ્ય ભીખાભાઇ જોષીના પીએ મનોજભાઇ જોશી, રેલવે સલાહકાર સમિતીના સભ્યો, વેપારી સંગઠનોની સાથે બેઠક કરી હતી.

દરમિયાન ધારાસભ્ય અને રેલવેસલાહકાર સમિતી, વેપારી સંગઠનનોએ રેલવે સબંધિત સમસ્યાઓની રજૂઆત કરી તેનો નિકાલ કરવા માંગ કરી હતી. જ્યારે સોમનાથમાં પણ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ વેરાવળમાં ગાર્ડ અને ડ્રાઇવરોના રનીંગ રૂમ અને લોબીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ભાવનગર રેલવેના મેનેજર મનોજ ગોયલ તેમજ મુંબઇ રેલવેના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...