મહાસંમેલન:જૂનાગઢ, ગિર સોમનાથના પાટીદારોનું 6 ઓક્ટોબરે જૂનાગઢમાં મહાસંમેલન

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંઠીલા ખાતે બન્ને મંદિરના ટ્રસ્ટીની ઉપસ્થિતીમાં સંમેલન યોજાયું

ઉમાધામ ગાંઠીલા ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા જૂનાગઢ શહેર, વંથલી, વિસાવદર, મેંદરડા, ભેંસાણ તાલુકાની ઉમિયા પરિવાર સંગઠન સમિતી, યુવા તેમજ મહિલા સમિતીના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ વાલજીભાઇ ફડદુના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંમેલનમાં મંત્રી મહેન્દ્રભાઇ કાલરિયાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિતોને આવકાર્યા હતા. આ તકે સિદસર મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પાટીદારે સમાજની 25 વર્ષની વિકાસ ગાથા તેમજ ડોર ટુ ડોર કુટુંબ સર્વેની કામગીરી અને તેના ફાયદા અંગે જણાવ્યું હતું.

જ્યારે ગાંઠીલા મંદિરના ટ્રસ્ટી નિલેશભાઇ ધુલેશીયાએ સૌરાષ્ટ્રના પાટીદારોને સંગઠિત થવા અપીલ કરી હતી. સંગઠન પ્રભારી સંજયભાઇ કોરડીયાએ સમાજમાં ચાલતા નાના મોટા રાગદ્વેષ દૂર કરી એક અને નેક બનવા અપીલ કરી હતી.

સિદસર મંદિરના ઉપપ્રમુખ જગદિશભાઇ કોટડીયાએ માં ઉમા કળશ યોજનાની માહિતી આપી હતી. જ્યારે પ્રમુખ જેરામભાઇ પટેલે લવ જેહાદ, લવ મેરેજ, વ્યસન જેવી બદીને દૂર કરવા મહિલાઓને કાળજી લેવા જણાવ્યું હતું. જ્યારે ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઇ ફડદુએ જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાનું પાટીદાર મહાસંમેલન 6 ઓકટોબરે જૂનાગઢમાં યોજાશે તેમ જણાવ્યું હતું. આ તકે આભાર દર્શન કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ, ભોજન વ્યવસ્થા ડો. સી.બી. રાજપરાએ અને સંચાલન મુકુંદભાઇ હિરપરાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...