જૂનાગઢ મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. લમ્પીગ્રસ્ત ગાયોની સારવારને લઈ શાસક-વિપક્ષ વચ્ચે તૂ-તૂ મેં-મેં જોવા મળી હતી.
જુનાગઢ મનપામાં કાયમી સફાઈ કામદાર તરીકે ૨૦ વર્ષ થી સળંગ નોકરી પૂર્ણ કરેલ હોય અને ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી બાકી હોય અને કાયમી અશકત થયેલે અધિકૃત સરકારી મેડિકલ અનફીટ સર્ટીફીકેટ મેળવી તેઓની સ્વૈચ્છીક નિવૃતિ મંજૂર થયે તેના કોઈ એક વારસદારને માસિક વખતો વખત સરકારની જોગવાઈઓ મુજબના ઉચ્ચક વેતનથી પાંચ વર્ષ માટે ‘ ‘ સફાઈ સહાયક " તરીકે નિમણુંક આપવામાં દરખાસ્ત કરવામાં આવી હતી.
ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, મનપામાં 8 વર્ષથી ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઓને કાયમી નોકરી પર લેવા દરખાસ્ત કરવામાં આવી છે. જૂનાગઢ માં 112 કરોડના વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયા કરી કરવામાં આવશે. અને 56 કરોડના ખર્ચે જુનાગઢ નરસિંહ મહેતા તળાવની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. વધુમાં ડે.મેયર જણાવવામાં આવ્યું હતું કે 5,000 થી વધુ લમ્પિગ્રસ્ત વાયરસથી પીડાતી ગાયોને જુનાગઢ મહાનગરપાલિકાની ટીમ દ્વારા 25 ડોક્ટરો ફાળવી, પૂરતો ઘાસચારો આપી લંબી ગ્રસ્ત ગાયોને સાચવવામાં આવી રહી છે.
બીજી તરફ વિરોધ પક્ષે પણ પ્રજાને પડતી હાલાકી બાબતે વાત કરતા જણાવ્યું હતું કે વિકાસના કામોને માત્રને માત્ર વાતોથી વેગ આપવામાં આવી રહ્યો છે અને કાગળ પર કામ થઈ રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.નરસિંહ મહેતા તળાવમાં ગટરનું પાણી ફિલ્ટર કરી તળાવમાં છોડવા બાબતે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે બાબતે વિરોધ પક્ષે મંજુલાબેન પરસાણા એ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ દામોદર કુંડ ખાતે ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો હતો તે પણ ફેલ થયો છે. 15 દિવસ પહેલાં મોતીબાગ પર બનાવેલા રોડ થોડા વરસાદથી જ ફરી ખાડામાં ફેરવાયો છે. મનપા દ્વારા જે શહેરમાં પુરાતત્વ ઇમારતો ફરતે દીવાલો કરવાની વાત કરવામાં આવી છે તેના બદલે લંપી વાયરસ થી પીડાતી ગાયો માટે ડોમ બનાવી પતરા નાખી વાયરસ ગ્રસ્ત ગાયોને બચાવવામાં આવે. મનપાના તંત્રને ત્રણ ત્રણ દિવસ સુધી મરેલી ગાયો ઉપાડવા માટે પણ સમય નથી.
બીજી તરફ વિરોધ પક્ષે જણાવ્યું હતું કે જ્યારે જુનાગઢ નગરપાલિકા હતી ત્યારે સીટી બસની સુવિધા મળતી હતી પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સિટી બસને ફરી શરૂ કરવા જણાવ્યું હતું.બીજી તરફ જૂનાગઢની જનતાને ટેક્સના ભરેલ પૈસા બદલામાં સુવિધાઓ ક્યારે મળશે એ તો આવનાર સમય જ નક્કી કરશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.