બેઠક:જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શનિવારે મળશે, પમ્પ હાઉસ માટે ખર્ચ 3 .29 કરોડ, ઘટતી રકમની વ્યવસ્થા કરવા નિર્ણય

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે. મનપાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય સભાખંડમાં બપોરના 12 વાગ્યે મળનાર બોર્ડમાં અનેક ઠરાવો અંગે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે. ખાસ કરીને વોર્ડ નંબર 11માં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા માટે પમ્પ હાઉસ મિકેનીકલ અને ઇલેકટ્રીક વર્ક સાથે તેમજ ઓપરેશન અને મેઇન્ટેનન્સ સાથેનો ખર્ચ એસ્ટિમેટ મુજબ 3,29,13,810 થાય છે. જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ કામગીરી માટે 2 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે.

ઘટતી રકમ માટે વોટર વર્કસ શાખાની બચત ગ્રાન્ટનો ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે. વોટર વર્કસ શાખાને અછત સમયે 3,11,08,150ની ગ્રાન્ટ ફાળવાઇ હતી. આ ગ્રાન્ટમાંથી 1,62,48,398ની રકમની બચત થઇ છે. ત્યારે આ વણવપરાયેલી ગ્રાન્ટને પમ્પ હાઉસના કામમાં વાપરવા અંગે નિર્ણય કરાશે. જ્યારે કાયમી સફાઇ કામદારના આશ્રિત વારસદારને સફાઇ કામદાર તરીકે રહેમ રાહે 16,424ના પગારથી 5 વર્ષ માટે નિમણુંક આપવા અંગે નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...