તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે કોવિડ ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જિલ્લામાં અને રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેની વચ્ચે જ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં જાણીતા કલાકારો અને રાજનેતાઓની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડતા ડાયરાના આયોજન સામે સવાલો ઉઠ્યા છે.
ગૌશાળાના લાભાર્થે ડાયરો યોજાયો
જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના ભાલેચડા ગામે છ દિવસ પૂર્વે મંદિર અને ગૌશાળાના લાભાર્થે પ્રખ્યાત કલાકારોનો લોકડાયરો યોજાયેલ જેમાં કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ થતો હોવાના ર્દશ્યો સામે આવેલ હતા. આ લોકડાયરોના હાલ વીડિયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે, જેમાં પોરબંદરના સાંસદ સહિત મોટીસંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. તો સોશીયલ ડીસ્ટન્સનો પણ સરેઆમ ભંગ થતો હોય તેવા ર્દશ્યો જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોની લોકો ટીકા કરી રહ્યા છે
માણાવદર તાલુકાના ભાલેચડા ગામે હનુમાન મંદિર અને ગૌશાળાના લાભાર્થે તા.30 માર્ચના રોજ લોક ડાયરો યોજાયો હતો. જેમાં પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારી, દેવરાજ ગઢવી અને અર્જુન આહીરે લોક સાહિત્ય પીરસ્યુ હતુ. હાલ આ લોકડાયરાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં પોરબંદરના સાંસદ રમેશ ઘડુક સહિત હાજર મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર નજરે પડી રહયા છે. જયારે ડાયરામાં સોશિયલ ડીસ્ટન્સના ઘજાગરા ઉડતા હોય તેવા ર્દશ્યો નજરે પડી રહયા છે. ડાયરાના વાયરલ થયેલા વિડીયો બાદ કોરોનાકાળમાં જવાબદાર એવા પ્રજાના પ્રતિનિધિઓના બેજવાબદારીભર્યા વલણની લોકો આકરી ટીકા કરી રહયા છે.
ડાયરામાં નિયમો આમંત્રણ પત્રિકા સુધી જ સિમિત રહ્યા
ડાયરાના આયોજકોએ તૈયાર કરેલ નિમંત્રણ પત્રિકામાં જ લોકોને માસ્ક પહેરીને આવવા અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું ફરજીયાત હોવાનું લેખિત અપીલ થકી જાણ કરી હતી. તેમ છતાં ડાયરામાં હાજર અમુક આગેવાનો અને લોકોએ માસ્ક ન પહેરી કોરોનાને આમંત્રણ આપવાનું કામ કર્યાનો કટાક્ષ અન્ય લોકો કરી રહયા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.