રજુઆત:જમીન સંપાદન કરીને જૂનાગઢને ફાટકમુક્ત કરો, પલાસવા-શાપુર વચ્ચે માત્ર આઠ કિલોમીટર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢને ફાટક મુક્ત કરવાની અનેક યોજનાઓ ચર્ચાઓ વિચારણાઓ અને સર્વે પાછળ તગડો ખર્ચ કરવામાં આવી રહયા છે. ને સમસ્યાનો સાવ સહેલો માર્ગ જાણતા હોવા છતાં તેનો અમલ થતો નથી. હાલ અમરેલી જૂનાગઢ મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેવા સઁજોગોમાં આ લાઈન કે જે પ્લાસવાથી ગાંધીગ્રામથી જૂનાગઢ આવે છે તેના બદલે પ્લાસવા શાપૂરની વચ્ચે જમીન સંપાદન કરી તેને શાપૂર બ્રોડગેજ લાઈન સાથે જોડી દેવામાં આવે તો શહેરની માધ્યમથી નીકળતી મીટરગેજ લાઈન નીકળી જાય. એટલુંજ નહીં આ સાવ સહેલાં નિર્ણયથી જૂનાગઢને ફાટક મુકત કરી શકાય.

આમ કરવાથી જે રેલવે લાઈન નીકળી જાય તેના ઉપર જૂનાગઢ થી પાદરીયા સુઘીનો રસ્તો પણ બની શકે. પ્લાસવાથી શાપૂર સુધી જ રેલવે ટ્રેક નાખવી પડે તેના માટે 8 કિલોમીટર જમીન સંપાદિત કરવી પડે. રેલવે વિભાગ માટે સંપદાનની પ્રક્રિયા મોટી વાતજ નથી. પરંતુ આ સહેલો રસ્તો અપનાવા માટે સાંસદે જરૂર પડે તો શક્તિ પ્રદશન પણ કરવું જોઈએ. આ શક્તિ પ્રદર્શન સરકાર સામે નથી પરંતુ રેલવે અધિકારીઓની નીતિ સામે છે. અને એ કરવાની જવાબદારી સાંસદે નિભાવી જોઈએ. જરૂર પડે તો તમામ ધારાસભ્યોતો સાથે લઈ આ મામલો વડપ્રધાન સમક્ષ મૂકવો જોઈએ.

જૂનાગઢને ફાટકમુક્ત કરવા માટે વર્ષોથી વાતો ચાલી રહી છે. બીજી બાજુ બ્રોડગેજની પ્રક્રિયા શરુ થતા આ મામલે તત્કાલ નિર્ણય થઇ શકે તેવી સ્થિતિ હોવા છતાં કેમ કોઈ યોગ દિશા તરફ જતું નથી એ પ્રશ્ન છે. ત્યારે આ મામલે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત રેલવે બાબતોના નિષ્ણાત લોકો અને તજજ્ઞોને સાથે રાખી એક બેઠકનું આયોજન કરવું જોઈએ. તેમાં તમામ ચર્ચાઓ કરી એક માર્ગ પસંદ કરી આગળ વધવું જોઈએ તેવી ચર્ચા શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં થઇ રહી છે.

જયશ્રી ટોકિઝથી વૈભવ ફાટક સુધી બ્રોડ ગેજ લાઈન શક્ય જ નથી
રેલવે અધિકારીઓ જે રીતે આગળ વધી રહયા છે તેમાં જૂનાગઢની ભૌગોલિક સ્થિતિની વિચારણા કરવામાં આવી હોય તેવું લાગતું નથી. કારણકે, બ્રોડગેજ લાઈન નાખવી હોય તો શહેરનો મધ્ય માર્ગ એટલે કે જયશ્રી ટોકિઝથી વૈભવ ચોક સુધી તો રેલવે ટ્રેકની આજુબાજુ એટલી બહુમાળી ઇમારતો ખડકાયેલી છે કે અહીંથી રેલવે ટ્રેકને પહોળો કરી બ્રોડગેજ લાઈન નાખવી શક્ય જ નથી ત્યારે આ મામલે પણ વિચારણા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...