આપઘાત:લસણ-ડુંગળીના વેપારીનું ઝેરી દવા પી લેતાં સારવારમાં મોત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવ માં રહેતો'તો
  • ભેંસાણ પંથકનાં ધારી ગુંદાળી જઈ પગલું ભર્યું,પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

વિસાવદરના એકતા નગરમાં રહેતો એક યુવાન લસણ-ડુંગળીનો વેપાર કરતો હોય અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો અંતે ગુંદાળી ગામે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, એકતાનગર વિસાવદરમાં રહેતાં ભરતભાઈ અર્જુનભાઈ અગ્રાવતે ભેંસાણ પોલીસ મથકમાં જણાવ્યાં અનુસાર વિપુલ અર્જુનભાઈ અગ્રાવત (ઉ.વ 35) લસણ-ડુંગળીનો લે વેચનો વેપાર કરતાં હતાં અને છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતાં હતાં.

કોઈ વિચારને લઈ આવેશમાં આવી ગયા હતા અને ગત 28 ડિસેમ્બરે ભેંસાણ પંથકના ધારી-ગુંદાળી ગામે જઈ ઝેરી દવા પી લીધી હતી અને વિપુલભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ ભેંસાણ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...