આયોજન:ઓપેરા હાઉસમાં ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંડીયાત્રાની 93મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન કરાયું

દાંડી યાત્રાની 93મી વર્ષગાઠ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલય દ્વારા ગાંધીજીની અલગ અલગ 7 ફિલ્મો દર્શાવવામાં આવશે. આઝાદીનાં અમૃત મહોત્સવ તથા મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાની 93મી વર્ષગાંઠ નિમિત્તે નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ દ્વારા ઓપેરા હાઉસ ખાતે ખાસ ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.

17 માર્ચ શરૂ થયેલ ગાંધી ફિલ્મ ફેસ્ટિવલ 4 એપ્રિલ સુધી ચાલશે તેમાં મહાત્મા ગાંધીજી સંદર્ભિત વિવિધ 7 ફિલ્મ દર્શાવવામાં આવશે. જૂનાગઢ સંગ્રહાલય, તાજ મંઝિલ ઓપેરા હાઉસ ખાતે બપોરે 3 થી સાંજના 6 દરમિયાન દર્શાવવામાં આવનાર ફિલ્મોમાં તા. 17 માર્ચના ગાંધી ફિલ્મ દર્શાવાઇ હતી.

જ્યારે 19 ના ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, તા. 21 ના મહાત્મા ગાંધી ટ્વેન્ટિ સેન્ચુરી પ્રોફેટ, તા. 24ના મહાત્મા; લાઇફ ઑફ ગાંધીજી 1869-1948, તા. 28ના નાઇન‌ અવર્સ ટુ રામ, તા. 2 એપ્રિલના ગાંધીગીરી અને તા. 4 એપ્રિલના ગાંધીજી ટુ‌ હિટલર જેવી ફિલ્મો દર્શાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...