કાર્યવાહી:સોરઠ પંથકમાં જુગાર દરોડો, 1 મહિલા સહિત 18 ઝબ્બે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી

કેશોદ અને ચિત્રી ગામે પોલીસે જુગાર રેઈડ કરી હતી. એક મહિલા સહિત 18ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદની સાત મોરો સીમ વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમતા ચંદ્રાક્રાંતિ કુંભાણી, લાખા ઓડેદરા, મહેશ કરગઠીયા, વિજય ગરચર, રામ ખુંટી, દેવા ઓડેદરા, સંજય કરગઠીયા, કાળુ ડાકી, મનસુખ સોલંકી, બાબુ વાસણ, ગાંગા મંડેરા, રમેશ ચુડાસમા, મીનાબેન વસાવડાને રૂ.1,88,750નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે ચીત્રી ગામે પણ પોલીસે જુગાર રેઈડ કરી સંજય ચૌહાણ, મહેશ જમોડ, માલદે મારૂ, જગદીશ ચૌહાણ, પ્રકાશ પાટડીયાને ઝડપી લઈ રૂ.1,620નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠ પંથકમાં વિવિધ જગ્યાએ બાતમીના આધારે પોલીસ દ્વારા જુગાર રેઇડ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...