કાર્યવાહી:કેશોદ પંથકના પંચાળાની સીમમાં જુગાર દરોડો, 4 શખ્સ ઝડપાયા

જુનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેઇડ કરી, 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

કેશોદ પંથકના પંચાળા ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેઈડ કરી હતી. અને 5 શખ્સને ઝડપી લીધા હતા.અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, કેશોદ પંથકના પંચાળા ગામની સીમમાં વિક્રમ સામતભાઈ સુત્રેજા પોતાના હવાલા વાળા મકાનમાં બહાર થી માણસો બોલાવી જુગાર રમી-રમાડતો હોય ક્રાઈમ બ્રાન્ચની ટિમને બાતમી મળતા રેઇડ કરી હતી. અને વિક્રમ, ભોજાભાઈ માલદેભાઈ વાઢીયા, ચીમનભાઈ અરજણભાઈ ડઢાણીયા, રજનીકાંત જેઠાલાલ તન્નાને ઝડપી લીધા હતા અને કાર, મોબાઈલ સહિત રૂ.6,18,820 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

14 બોટલ દારૂ સાથે 1 ઝબ્બે
કેશોદમાં રહેતાં તૃષાર ઉર્ફે ભીખો ડાયાભાઈ ડાભી નામના શખ્સે પોતાના મકાનમાં દારૂ છુપાવ્યો હોય પોલીસે બાતમીના આધારે રેઇડ કરી હતી અને 14 બોટલ દારૂ મળી આવ્યો હતો. અને પૂછપરછ દરમિયાન અજય વાઢીયા પાસે વાહનમાં દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...