કાર્યવાહી:આણંદપુર ગામે ફાર્મ હાઉસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 9 જુગારીઓ પાસેથી 6,69,150નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જૂનાગઢ નજીકના આણંદપુર ગામે ફાર્મ હાઉસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે. પોલીસે 6,69,150ના મુદ્દામાલ સાથે 9 જુગારીને ઝડપી લીધા હતા. જૂગારની બદીને નાબૂદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના અપાઇ હતી. દરમિયાન આણંદપુર ગામે આવેલ ઓઝત ફાર્મ નામના વોટર પાર્કમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળી હતી.

બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલુકા પીએસઆઇ એસ. એન. સગારકા અને સ્ટાફે દરોડો પાડી 9 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગાર સ્થળ પરથી રોકડ 81,650, મોબાઇલ 8 કિંમત 47,500, મોટર સાઇકલ 2 કિંમત 40,000, મોટર કાર 1 કિંમત 5,00,000 મળી કુલ 6,69,150નો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...