ધરપકડ:કેશોદના છેતરપિંડી કેસમાં ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલમાંથી વચગાળાના જામીન મેળવી 6 માસથી ફરાર હતો

કેશોદમાં થયેલ છેતરપિંડીના કેસમાં જેલમાં રહેલા અને વચગાળાના જામીન પર છૂટી 6 માસથી ફરાર થયેલા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે પાણીકોઠાથી ઝડપી લીધો છે. જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટની સૂચના બાદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડે તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે, કેશોદમાં થયેલ છેતરપિંડી કેસમાં જેલમાં રહેલા મેંદરડાના સાત વડલા ગામનો આરોપી દિલો ઉર્ફે દિલાવર મહમદ ઠેબા જેલમાંથી વચગાળાના જામીન મેળવી 6 માસથી ફરાર થયેલ છે.

બાદમાં પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એસ.એન. ક્ષત્રિય અને સ્ટાફના પ્રદિપભાઇ ગોહિલ, સંજય વઘેરા, પ્રકાશભાઇ અખેડ, દિનેશ છૈયા, સંજય ખોડભાયાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી તાલાલા તાલુકાના પાણીકોઠા ગામે રહી અને મજૂરી કરતો હોવાની બાતમી મળતા તેની અટક કરી કેશોદ પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...