નિર્ણય:જાગો કાલથી ઝાંઝરડા રોડની 350 દુકાનો 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ જાગ્યા , હવે ગ્રાહક
  • વેપારી એસોસિએશને કર્યો મહત્વ પૂર્ણ નિર્ણય

જૂનાગઢમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છાએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરી રાખ્યો છે. શુક્રવારે દાણાપીઠના વેપારીઓએ દુકાન ખોલવાનો સમય ઘટાડ્યો હતો. બાદ આજે ઝાંઝરડા રોડના વેપારીઓએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, આજે મિટીંગ મળી હતી. જેમાં દુકાન ખોલવાના સમયને લઇને નિર્ણય કરવામાં આવ્યો છે. તા.6થી 20 જુલાઇ સુધી સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.

ઝાંઝરડા રોડ પર 350થી વધારે નાની મોટી દુકાનો આવેલી છે. માત્ર આવશ્યક સેવાની દુકાનો ખુલ્લી રહેશે. તેમજ તમામ દુકાનો પર બેનર લગાવવામાં આવશે તેનાથી લોકોમાં જાગૃતિ આવે. કોરોના સામે લોક આંદોલન ઉભું કરવામાં આવશે તો જ કોરોના સામે લડી શકાશે. તેમજ શાક માર્કેટ ચોબારી રોડ પર ખસેડવા રજૂઆત કરી છે. 

અન્ય સમાચારો પણ છે...