તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આજથી NCP મહિલા પ્રમુખના સિવીલે આમરણ ઉપવાસ શરૂ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએમને લખેલા પત્રની મુદ્દત પૂર્ણ થતા
  • સિવીલ, કોવિડ હોસ્પિટલોમાં સુવિધા ન વધારાતા નિર્ણય

જૂનાગઢની સિવીલ હોસ્પિટલ તેમજ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ માટે સુવિધા વધારવામાં ન આવતા 10 મેથી એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ સિવીલે આમરણ ઉપવાસ કરશે. આ અંગે એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મેના રોજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જૂનાગઢ શહેર, જિલ્લાની સિવીલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી તેમજ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે યોગ્ય સારવારની સુવિધા ઉભી કરવા માંગ કરાઇ હતી.

એટલું જ નહિ આ માટે 10 દિવસનું અલ્ટિમેટમ પણ અપાયું હતું જેમાં જણાવાયું હતું કે, જો યોગ્ય સુવિધા ઉભી નહી થાય તો 10 મેથી સિવીલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આમરણ ઉપવાસ કરીશ. તેમ છત્તાં દર્દીની સારવારની સુવિધામાં વધારો ન થતા 10 મે થી જ્યાં સુધી માંગણીઓનો લેખિત સ્વિકાર ન થાય ત્યાં સુધી સિવીલ હોસ્પિટલે છાવણી નાંખી આમરણ ઉપવાસ ચાલુ રાખીશ.

અન્ય સમાચારો પણ છે...