તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આજથી ગિરનાર દર્શન, મંદિરનો સમય સવારે 7 વાગ્યા થી સાંજનાં 6:30 વાગ્યા સુધીનો રહેશે.

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જનજીવન સામાન્ય બની રહ્યું છે. 11 જૂનથી ગીરનારક્ષેત્રમાં આવેલા મંદિરો ખુલી રહ્યાં છે.લાંબા સમય બાદ લોકો ગીરનાર દર્શન કરી શકશે. અહીં આવેલા અંબાજી મંદિર, ગોરખનાથ, દત્ત શિખર પર દર્શન થશે. ભવનાથ મંદિર અને તળેટીમાં આવેલા અન્ય મંદિરો પણ ભાવિકો માટે ખુલશે.

સવારે 7 થી 6:30 સુધીનો સમય
લોકોની અસ્થાનું કેન્દ્ર ભવનાથ મહાદેવનાં દર્શન થશે. મંદિરનો સમય સવારે 7 વાગ્યા થી સાંજનાં 6:30 વાગ્યા સુધીનો રહેશે.

ભાવિકો દર્શન કરી શકશે
મહંત તનસુખગીરીબાપુએ કહ્યું કે, સવારે 7 વાગ્યાથી મંદિરનાં દ્વાર ખુલી જશે. ત્યાર બાદ આરતી થશે. સાંજે 7:30 કલાકે આરતી થશે. ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાશે.

સતાધાર મંદિરે વ્યવસ્થા કરાઇ
​​​​​​​સતાધાર મંદિર ખુલી રહ્યું છે. ત્યારે સતાધાર આવતા ભાવિકો માટે વ્યવસ્થા ઉભી કરાઇ છે. સોશ્યલય ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારીનું રાખવામાં આવી છે.

દાતારનાં દર્શન શનિવારથી થશે
​​​​​​​મહંત ભીમબાપુએ જણાવ્યુંકે, દાતારની જગ્યાએ શનિવારથી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. સરકારનાં તમામ નિયમનું પાલન કરાશે.

8 : 45 સુધી સ્વામી નારાયણ મંદિર ખુલ્લુ રહેશે
​​​​​​​પ્રેમસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સવારે મંગળા આરતીથી બપોરે 12 કલાક અને બપોરે 3 : 30 થી રાત્રે 8 : 45 સુધી મંદિર ખુલ્લુ રહેશે.

દોઢ માસ બાદ રોપ-વે શરૂ થશે
​​​​​​​કોરોનાનાં કારણે ગીરનાર રોપ-વે બંધ હતો. 11 જૂનથી ફરી રોપ-વે શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...