કસોટી:જિલ્લામાં આજથી 3117 છાત્રો HSCની પુરક પરીક્ષા આપશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 17 બિલ્ડીંગનાં 157 બ્લોકને સેનેટાઇઝ કરાયા

આજથી જૂનાગઢમાં એચએસસીની પુરક પરીક્ષાનો પ્રારંભ થશે. 17 િબલ્ડીંગનાં 157 બ્લોકમાં 3117 છાત્રો પરીક્ષા આપશે. કોરોનાને ધ્યાને રાખી તમામ બ્લોક અને બિલ્ડીંગ સેનેટાઇઝ કરવામાં આવ્યાં છે.

બોર્ડ દ્વારા તા. 28 સપ્ટેમ્બરથી જિલ્લામાં એચએસસીની પુરક પરીક્ષા લેવામાં આવશે. પુરક પરીક્ષાને લઇ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જૂનાગઢ શહેરની 17 શાળામાં પુરક પરીક્ષા લેવામાં આવશે. આ અંગે ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે કહ્યું હતું કે, શહેરની 17 શાળાનાં 157 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. જિલ્લામામં કુલ 3117 છાત્રો પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા છે. તેમજ કોરોનાને ધ્યાને રાખી તમામ પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝ કરવામાં આવ્યાં છે. તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે ગોળ સર્કલ પણ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...