• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • From The Notice Of Tantra On The Issue Of Pressure, Monks Of Bhavnath, Lal Ghoom, Other Pressures Of The City, Silence Against Constructions, Monks Saints Target !!

વિવાદ:દબાણ મુદ્દે તંત્રની નોટીસથી ભવનાથના સાધુ સંતો લાલઘૂમ, શહેરના અન્ય દબાણો, બાંધકામો સામે ચૂપકિદી, સાધુ સંતો ટાર્ગેટ !!

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય નહિ થાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી

ભવનાથ વિસ્તારમાં જ્ગ્યા, આશ્રમો, મંદિરો, આશ્રમો,ગૌશાળા ધરાવતા સાધુ સંતોને દબાણ મુદ્દે તંત્રએ નોટિસ આપતા સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ મહાનગરપાલિકાએ ભવનાથમાં સર્વે કરી મામલતદાર કચેરીને એક યાદી આપી છે જેમાં 40 જગ્યાએ દબાણો કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.બાદમાં તપાસ કરીઆવા દબાણ કરનારાઓને તંત્રએ નોટીસ આપી જગ્યાના આધાર પુરવા રજૂ કરી ખુલાસો કરવા જણાવ્યું છે. ત્યારે તંત્રના આવા વલણથી સાધુ સંતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે શક્તિ આશ્રમના મહંત બાલ યોગીજીએ જણાવ્યું હતું કે શું માત્ર ભવનાથમાં જ દબાણો થયા છે. ભવનાથના ધાર્મિક દબાણો દેખાય છે તો શહેરમાં થયેલા ધાર્મિક દબાણો, કોમર્શિયલ દબાણો અને બાંધકામો તંત્રને દેખાતા નથી? મોટા માથાને કેમ છાવરવામાં આવે છે? ત્યારે આ મામલે યોગ્ય નહિ થાય તો આંદોલન કરાશે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી સંદિપ પેથાણીએ પણ તંત્રની આવી બેધારી નિતી સામે રોષ પ્રગટ કરી જરૂર પડયે મઠ, મંદિરના શંકરાચાર્યોને સાથે રાખી આંદોલન કરાશે તેમ પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...