તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCBની ખાસ ડ્રાઇવ:ખલીલપુરમાંથી રૂ. 36,600નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરે પોતાના ખેતરમાં જુવારના પાકમાં દારૂ છુપાવ્યો હતો
  • પોલીસે દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી

જૂનાગઢ એલસીબીએ જુવારના પાકમાં છુપાવેલો 36,600નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ ખાસ ડ્રાઇવ હાથ ધરાઇ હતી.

દરમિયાન બાતમી મળી કે, ખલીલપુર ગામના જીવા હમીર કટારાએ ઇંગ્લીશ દારૂ મંગાવ્યો છે અને તે દારૂ તેના ખેતરમાં જુવારના પાકમાં છુપાવ્યો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ આર. કે. ગોહિલ, ડી. જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુદી જુદી બ્રાન્ડની 84 બોટલ મળી કુલ 36,600નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર શખ્સ હાજર મળી આવ્યો ન હોય તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...