તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથના દ્વાર ખુલશે:11 જૂનથી સોમનાથ મંદિરમાં ભાવિકો દર્શન કરી શકશે, ઓનલાઈન અથવા ઓફલાઈન પાસ મેળવીને જ દર્શનાર્થીઓ દર્શન કરી શકશે

વેરાવળ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિર - Divya Bhaskar
સોમનાથ મંદિર
  • મંદિર સવારે 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 ખુલ્લું રહેશે
  • મંદિરની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં અપાય

રાજ્ય સરકાર દ્વારા અનલોક પ્રક્રીયાને આગળ ધપાવતા અમુક છૂટછાટો આપવનો નિર્ણય આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ તા.11 જૂનથી જગવિખ્યાત સોમનાથ મંદીરના દ્વાર ભાવિકો માટે ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે. સોમનાથ મંદીર સવારે 7:30 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે. મંદિરમાં સવાર, બપોર અને સાંજની ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં નહી આવે જ્યારે બાકીના સમયગાળામાં ભાવિકોએ ફરજીયાત ઓનલાઇન અથવા ઓફલાઇન પાસ મેળવ્યા બાદ દર્શન કરી શકશે.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના અધિકારી દિલીપ ચાવડા, વિજયસિંહ ચાવડાએ એક યાદીમાં જણાવેલ કે, રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તા.11 જુનથી શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મંદિરના દ્વાર ચોકકસ સમય તેમજ ગાઈડલાઈન મુજબની દર્શન માટે ખુલશે. ગાઈડલાઈન મુજબ દર્શન માટે ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે, સામાજીક અંતર જાળવવાનું રહેશે, મંદિરના પ્રવેશદ્વાર પાસે ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનેટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ કરવાનો રહેશે. પરિસરમાં સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે તેમાં જ ભાવિકોએ ઉભા રહી લાઈનમાં મંદિરની અંદર જવાનું રહેશે અને અંદર પણ રેલીંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં કે દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને જ તુરંત જ બહારના ગેઈટથી સીધુ બહાર નીકળી જવાનું રહેશે.

દર્શન માટે ઓનલાઈન અથવા ઓફલાઈન પાસ જરુરીવધુમાં ભાવિકોએ દર્શન કરવા માટે પાસ સીસ્ટમ અમલી બનાવાય છે. જે મુજબ ભાવિકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન પાસ લેવો ફરજીયાત છે. જેમાં ઓનલાઈન પાસ લેવા માટે ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી દર્શન માટેની સ્લોટની લીંક મુકવામાં આવેલ છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે.

જ્યારે ઓફલાઇન પાસ મંદિર પરિસરમાંથી ભાવિકોએ મેળવવાનો રહેશે. તા.11 થી મંદિરમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી જ ભાવિકો દર્શન કરી શકશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે ત્રણ ટાઈમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. દર્શન માટેનો સમય મર્યાદીત હોવાથી બહારગામથી આવતા શ્રદ્ધાળુઓને વિનંતી કે તેઓ અગાઉથી ઓનલાઈન દર્શનનું બુકિંગ કરાવીને જ સોમનાથ દર્શન માટે આવે જેથી તેઓને પણ દર્શનમાં બીનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે તેવું અંતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...