જેલ કે મોબાઇલની ખાણ:જેલમાંથી ટચ કિપેડ, 2 સિમકાર્ડ વાળો રૂા. 100નો મોબાઇલ મળ્યો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા જેલ કે મોબાઇલની ખાણ !!
  • કડક ચેકીંગ, સીસીટીવી કેમેરા છત્તાં મોબાઇલ કોણ લાવ્યું તેની ખબર નથી!!

છાશવારે મોબાઇલ મળી આવતા, જૂનાગઢ જિલ્લા જેલ છે કે મોબાઇલની ખાણ તેવી લોકોમાં થતી ચર્ચા વચ્ચે વધુ એક મોબાઇલ જેલમાંથી મળી આવ્યો છે! જોકે, કડક ચેકીંગ, સીસીટીવી કેમેરા છત્તાં મોબાઇલ જેલની અંદર સુધી કઇ જાદુઇ શક્તિ લઇ આવી તેનાથી જેલના અધિકારીઓ અજાણ છે!! આ મોબાઇલ મામલે વધુ એક વખત રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે ફરિયાદ નોંધાઇ છે.

જેલર ગૃપ 2ના એફ.એસ. મલેકે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, કોઇ અજાણ્યા આરોપીએ જેલ પ્રતિબંધિત વસ્તુ મોબાઇલ ફોન કેમેરા વાળો, ટચકિપેડ અને ડબલ સિમકાર્ડવાળો કિંમત રૂપિયા 100નો મોબાઇલ જેલની અંદર દિવાલ પાસે સંતાડીને રાખ્યો હતો જે ઝડતી દરમિયાન મળી આવ્યો છે.

આ મામલે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવતા એ ડિવીઝન પીએસઆઇ આર.પી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જેલમાં અવાર- નવાર મોબાઇલ મળી આવે છે. બાદમાં ફરિયાદ નોંધાઇ છે પરંતુ મોબાઇલ મોકલનાર કે ફોન કરનાર સુધી તપાસ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...