કાર્યક્રમ:ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ડી.જે. ન વગાડો

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવનાથમાં ધ્વનિ પ્રદૂષણ અંગે લોક જાગૃત્તિનો કાર્યક્રમ

ભવનાથમાં ધ્વનિ પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. અશોકના શિલાલેખ પાસે માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ ક્લબ, અરાઉન્ટ અ ટ્રી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,ઓન્લી ઇન્ડિયન,અર્બન નેચર, આરટીઓ અને સોશ્યલ એક્ટિવિસ્ટ રમેશભાઇ સાવલીયાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.

આમાં ખાસ કરીને મોટા અવાજે હોર્ન ન વગાડવા, ટેપ રેકોર્ડર કે લાઉડ સ્પિકર ન વગાડવા તેમજ ખાસ કરીને લગ્ન પ્રસંગ કે વરઘોડા, શોભાયાત્રામાં ડી.જે. ન વગાડવા અથવા ઓછા અવાજમાં વગાડવા અનુરોધ કરાયો હતો.

જ્યારે ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ડી.જે. ન વગાડવા સોશ્યલ અવેરનેસ કાર્યક્રમ કરાયો હતો. સાથે ભવનાથને સાઇલન્ટ ઝોન જાહેર કરવા પણ માંગ કરાઇ હતી જેથી નેશનલ પાર્ક કે ઇકો સેન્સેટિવ ઝોનની ગરીમા જળવાઇ રહે. આ તકે મધુકાન્ત વાળા, અમિત શાહ,પ્રતપાસિંહ ઓરા તેમજ અન્ય સભ્યોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...