દુર્ઘટના:મિત્રો કેદારનાથ નિકળ્યા હતા રસ્તામાં શ્રીનાથજીના દર્શન કરવાના હતા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના આગેવાનો, રાજકીય, સામાજીક લોકો સાંત્વના આપવા પહોંચ્યા

17 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે ડો. મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢિયાર, મિલીંદ પી. ભાટી, આકાશ બિપીન ગઢવી અને આદિત્ય બિપીન ગઢવી કારમાં કેદારનાથ જવા નિકળ્યા હતા. અને રસ્તામાં શ્રીનાથજીના દર્શન કરવાના હતા. એમ મિલાપસિંહના પિત્રાઇ ભાઇ અને ભાજપ ઓબીસી સેલના મહામંત્રી જયસિંહ મહેન્દ્રસિંહ પઢિયારે જણાવ્યું હતું.

ડો.મિલાપ સિંહ
ડો.મિલાપ સિંહ

ડો. મિલાપસિંહના પિતા યોગેન્દ્રસિંહ પઢિયાર હાલ જૂનાગઢ મહાનગર ભાજપમાં ઉપપ્રમુખ છે અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલીપાઇન્સની યાત્રાએ ગયા ત્યારે તેમને સ્વ. નારસિંહભાઇ પઢિયારનો પૌત્ર ડો. મિલાપસિંહ ત્યાં હોવાના સમાચાર મળતાં તેમને મળીને ફોટો પણ પડાવ્યો હતો.

એક બાઇને પણ ટક્કર મારી "તી
ઉદયપુર તરફથી આવતી કારના ચાલકે ડો. મિલાપસિંહની કાર ઉપરાંત અંબાજીના દર્શને જતા 20 બાઇકના ગૃપ પૈકીની એક બાઇકને પણ ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર પપ્પુ કાલુ (ઉ. 35), તેની પુત્રી પાયલ (ઉ. 10) અને સંદિપ રમેશને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...