રજૂઆત:કેશોદના ચર ગામે ફીડરમાં વારંવાર વીજળી ગાયબ થઇ જતાં ખેડૂતોએ PGVCLને રજૂઆત કરી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ PGVCL કચેરીએ રૂબરૂ જઈ સમસ્યા હલ કરવા લેખિતમાં આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આવેલાં બાલાજી ફિડર હેઠળ આવતાં વિજ ગ્રાહકો દ્વારા મરામત કરવામાં ન આવતાં વારંવાર વિજપુરવઠો ખોરવાઈ જતો હોવાથી પરેશાન ખેડુતોએ નાયબ ઇજનેર ગ્રામ્ય પીજીવીસીએલને રૂબરૂ રજૂઆત કરી છે. ખેડૂતોએ લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે સમસીયા હલ કરવા બાબતે હકારાત્મક અભિગમ અપનાવવા માંગ કરી છે.

કેશાદના ચર ગામે બાલાજી ફીડરમાં વારંવાર ફોલ્ટ થતો હોવાથી લાઇટ જતી રહેતાં ખેડુતોએ ગ્રામ્ય 2ના નાયબ ઇજનેરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલ તંત્ર જુના વિજ વાયરો બદલાવતી ન હોય, ટીસી પોલ પર લાેખંડના એંગલ ખરાબ હાલતમાં હોય, નડતરરૂપ વૃક્ષો કાપી મેન્ટેનન્સ કરવામાં આવતું ન હોવાથી વારંવાર વિજ ફોલ્ટ સર્જાઈ છે. એક વખત વીજ પ્રવાહ જતો રહ્યાં બાદ ફરી કયારે આવે કહી શકાય તેવી પરિસ્થિતી નિર્માણ થતાં ખેડુતોમાં રોષ જોવા મળે છે.

આ અંગે અનેકવાર વારંવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી ન થતાં આજરોજ ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ દોડી આવી રૂબરૂમાં રજુઆત કરી આવેદન આપ્યું હતું. જેમાં તાત્કાલીક મેન્ટેનન્સ કરવા ખેડુતતોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...