તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:લઘુત્તમ તાપમાન વધવા છત્તાં પવનના કારણે દિવસભર ટાઢોડું

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં 7.2 કિમીની ઝડપે પવન ફૂંકાયો

જૂનાગઢ શહેરમાં ગુરૂવારે દિવસભર 7.2 ક3િમીની ઝડપે પવન ફૂંકાયા હતા. ભારે પવનના કારણે તકડો હોવા છત્તાં વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી.જોકે, ભેજનું પ્રમાણ ઘટતા અને લઘુત્તમ તાપમાનનો વધતા ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો હતો પરંતુ પવનના કારણે ઠંડી ઘટી હોય તેમ અનુભવાતું ન હતું.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી રહ્યો હતો. જ્યારે ગુરૂવારે 2.8 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું હતું.

જોકે,પવનની ઝડપમાં વધારો થયો હતો. બુધવારે પવનની ઝડપ માત્ર 3 કિમી પ્રતિ કલાકની રહી હતી. જ્યારે ગુરૂવારે 4.2 કિમીના વધારા સાથે પવનની ઝડપ 7.2 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, દિવસભર ઠંડાગાર પવનના કારણે લઘુત્તમ તાપમાન વધવા છત્તાં ઠંડી ઘટી હોય તેમ જણાતું ન હતું.

ગુરૂવારે લઘુત્તમ 19, મહત્તમ 30.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 56 અને બપોર બાદ 33 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 7.2 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...