શિક્ષણની જ્યોત:કોરોનામાં માતા,પિતા ગુમાવનાર બાળકોને ફ્રિમાં અભ્યાસની સુવિધા

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મયારામદાસજી આશ્રમની શિક્ષણની જ્યોત
  • અભ્યાસ ઉપરાંત રહેવા, જમવાની પણ ફ્રિ સગવડતા

કોરોના મહામારીએ અનેક પરિવારોનો માળો પીંખી નાંખ્યો છે. અનેક બાળકો અનાથ, નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા માટે જૂનાગઢના ગિરનાર દરવાજા સ્થિત મયારામદાસજી આશ્રમે પહેલ કરી છે.

આ અંગે સંસ્થાના ટ્રસ્ટી મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે, મયારામદાસજી આશ્રમના પ્રમુખ રામનારાયણબાપુ કોરોનાના કારણે નિરાધાર બનેલા બાળકોની વ્હારે આવ્યા છે. ખાસ કરીને જે બાળક (છોકરો)ના માતા, પિતા કોરોનામાં મૃત્યું પામ્યા હોય તેવા બાળકોને આશ્રમમાં અભ્યાસ કરવા માટે ફ્રિમાં પ્રવેશ આપવામાં આવશે.

એટલું જ નહિ તેમને રહેવા, ભોજનની સુવિધા પણ વિનામુલ્યે અપાશે. ત્યારે આવા બાળકોના પ્રવેશ માટે સવારના 11થી બપોરના 2 સુધી આશ્રમનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સેવાયજ્ઞમાં આશ્રમના હરસુખભાઇ ત્રિવેદી, કાન્તીભાઇ મહેતા વગેરેનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...