આયોજન:જૂનાગઢમાં 11 સ્થળે ફ્રિ સોનોગ્રાફી કેમ્પ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ મેડિકલ સેલ દ્વારા કરવામાં આવ્યું આયોજન
  • 600થી પણ વધુ સગર્ભા માતા, ગર્ભસ્થ શિશુની નિ:શુલ્ક તપાસ કરાઇ

જૂનાગઢમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા શહેરમાં 11 સ્થળે નિ:શુલ્ક સોનોગ્રાફી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 600થી વધુ સગર્ભા મહિલાઓ, ગર્ભસ્થ શિશુના આરોગ્યની ચકાસણી કરાઇ હતી. આ અંગે સંજયભાઇ પંડયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત અભિયાન ચલાવાઇ રહ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મેડિકલ સેલના પ્રદેશ અધ્યક્ષ ડો. ધર્મેન્દ્ર ગજ્જર તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શનમાં જૂનાગઢમાં રવિવાર 15 મેેએ સવારના 9 થી 2 દરમિયાન સગર્ભાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ શહેરમાં 11 સ્થળે યોજાયો હતો જેમાં 11 નિષ્ણાંત ગાયનેક ડોકટરોએ 3 થી 8 મહિનાની 600થી વધુ સગર્ભાઓની ફ્રિમાં સોનોગ્રાફી કરી આપી હતી.જ્યારે શહેરની યુનિક હોસ્પિટલ ખાતે યોજાયેલફ્રિ સોનગ્રાફી ચેકઅપ કેમ્પમાં પુનિતભાઇ શર્મા, ડો. પ્રવિણ દુધાત, ડો. શૈલેષ બારમેડા, ડો. મહેન્દ્ર તારપરા, ડો. નીલેશ વેકરીયા, સુરેશ પાનસુરીયા, જ્યોતિબેન વાછાણી તેમજ મહિલા મોરચાના બહેનોની ઉપસ્થિતી રહી હતી. કેમ્પને સફળ બનાવવા સુપોષણ અભિયાનના ઇન્ચાર્જ સુનિતાબેન સેવક,સહ ઇન્ચાર્જ મનિષાબેન વૈષ્નાણી,ડોકટર સેલના સંયોજક ડો. શૈલેષ બારમેડા અને યુનિક હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...