તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:દર્દીઓનાં કેસ કઢાવવા, દાખલ કરવા, ઓક્સિજન પુરૂં પાડવાની નિ:શુલ્ક સેવા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદરના 4 યુવાનોનો જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં માણાવદર ગામના 4 યુવાનો અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને આ સેવાથી ઘણી રાહત મળી રહી છે. આ અંગે મયુરભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધતા અનેક લોકો તેના સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે આવા દર્દીઓને ખાસ કરીને ઓક્સિજન મળવો મુશ્કેલ બન્યો હતો. આ ઉપરાંત ગામડેથી આવતા દર્દીઓને કેસ કયાં કઢાવવો, રિપોર્ટ કયાં કરાવવો, વેઇટીંગમાં હોય તો વારો ન આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર કઇ રીતે મળે તેની માહિતી ન હોય તે સ્વાભાવિક જ છે. ત્યારે અમે ચારેય મિત્રો છેલ્લા 15 દિવસથી હોસ્પિટલે રહી આવા દર્દીઓને કેસ કઢાવી આપીએ છીએ, રિપોર્ટ કઢાવી આપીએ છીએ અને બેડ સુધી પણ પહોંચાડી આપીએ છીએ. દર્દીને ઉતારી 108 કે એમ્બ્યુલન્સ જતી રહે પછી જ્યાં સુધી દાખલ થવાનો વારો ન આવે ત્યાં સુધી દર્દીને ઓક્સિજન વિના તડપવું ન પડે તે માટે ઓક્સિજનના 30 બાટલા રાખ્યા છે જે તમામ દર્દીને જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના ફ્રિમાં આપીએ છીએ. ખાલી બાટલા ભાવનગરના સિંહોર ખાતેથી ભરાવીને મંગાવીએ છીએ. આ બાટલા પણ વેલ્ડિંગ કરવા વાળા પાસેથી લઇ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...