ઉજવણી:કોરોનામાં માતા, પિતા ગુમાવનારને ગ્રંથાલયમાં ફ્રી સભ્યપદ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 20 નવેમ્બર સુધી રાષ્ટ્રિય ગ્રંથ સપ્તાહની ઉજવણી
  • સભ્ય ફિ ગ્રંથાલય દ્વારા ભરી આપશે

જૂનાગઢમાં કોલેજ રોડ સ્થિત સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે 20 નવેમ્બર સુધી રાષ્ટ્રિય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરાશે. આ ઉજવણી અંતર્ગત રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો તેમજ આઝાદીમાં ભાગ લેનાર સ્વાતંત્રય સેનાનીના અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન કરાયું હતું.

બાળ દિન 14 નવેમ્બરે સભ્ય બનનાર બાળકોની સભ્ય ફિ ગ્રંથપાલ એન.એન. ગોહિલે ભરવાની જાહેરાત કરી હતી. સાથોસાથ કોરોનામાં માતા, પિતા કે પિતા ગૂમાવ્યા હોય તેવા બાળકોની સભ્ય ફિ પણ ગ્રંથપાલ એન.એન. ગોહિલ ભરી આપશે.

અન્ય સમાચારો પણ છે...