તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Free Distribution Of 10,000 Bags Of Cloth To Remove Plastic Pollution, Indian Trade Union Confederation Will Provide Bags At Azad Chowk Today

વિતરણ:પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને દૂર કરવા કાપડની 10,000 થેલીનું ફ્રી વિતરણ, આઝાદ ચોક ખાતે આજે ભારતીય મઝદૂર સંઘ થેલી આપશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સૌથી વધુ પ્રદૂષિત થાય છે

પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સૌથી વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે પર્યાવરણને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવા ભારતીય મઝદુર સંઘ દ્વારા ફ્રિમાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. આ અંગે નવનીતભાઇ શાહે જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ત્યારે ભારતીય મઝદૂર સંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત 28 ઓગસ્ટ શનિવારના આઝાદ ચોક ખાતેથી કાપડની 10,000 થેલીનું લોકોને ફ્રિમાં વિતરણ કરવામાં આવશે.

આ સાથે આશા રાખીએ કે કમસે કાપડની ફ્રિમાં થેલી મેળવનારા 10,000 લોકો તો પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહિ કરે. આ કાર્યક્રમને સફળ બનાવવા રતિભાઇ નિમ્બાર્ક, વિમલભાઇ ત્રિવેદી, જનકભાઇ દાણીધારીયા, ચંદુભાઇ ભીભા, ધીરૂભાઇ સોલંકી, ભુરાભાઇ માંડણ, રૂપલબેન પાણખાણીયા, રસીદાબેન ઠેબા,અપારનાથી બાપુ અને કમલેશભાઇ આચાર્ય જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...