આયોજન:શેરિયાજ ગામે નિ:શુલ્ક નિદાન, સારવાર કેમ્પ

જુનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના શેરિયાજ ખાતે માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ–સર્વોદય યોજના, જયશ્રી વાછરાદાદા યુવક મંડળ શેરીયાજ, સુનિધિ ચેરિટિ ફાઉન્ડેશન- મુંબઈ દ્વારા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સંચાલિત- ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ-જૂનાગઢ, શારદાબેન જાટકિયા હોસ્પિટલ-ગોંડલ તથા સંજીવની હોસ્પિટલ-જૂનાગઢ ના સહયોગથી એક નિ:શુલ્ક નિદાન, એક્ષ-રે અને સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ત્રિમૂર્તિ મલ્ટિ સ્પેસ્યાલિટી હોસ્પિટલ જૂનાગઢના ડોક્ટરોની ટિમના ડો .ડી.પી. ચિખલીયા(યુરોલોજીસ્ટ), ડો. શૈલેષ જાદવ(ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ), ડો. અમિત ભુવા (જનરલ સર્જન), ડો. પ્રતિક ટાંક (ઓર્થોપેડિક સર્જન), ડો. તન્વી કાચા (એમ.ડી. સાયકીયાટ્રી)દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવી હતી. સાથે સાથે આ કેમ્પમાં દર્દીઓને આશરે 25,000 નામૂલ્યની દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીના 75 વર્ષ પૂરા થયેલા હોય 75 લોકો દ્વારા રક્ત દાન કરાયું હતું.આ કેમ્પમાં મામલતદાર પરમારના હસ્તે વિધવા સહાયના ચેકો વિધવા બહેનોને અર્પણ કરાયા હતા. જરૂરિયાતમંદ લોકોને સિલાઇ મશીનનું વિતરણ અને દિવ્યાંગ લોકોને વ્હીલચેર, વોકર વગેરે અપાયા હતા. આ કેમ્પમાં ધારાશાસ્ત્રી કિરીટભાઈ સંઘવી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, શેરીયાજ સરપંચ જેઠાભાઇ ચુડાસમા, માંગરોળના તબીબ ડો. રવિ ધોળિયા, માંગરોળ તાલુકાનાં ભાજપ પ્રમુખ દાનભાઈ ખાંભલા વગેરેની ઉપસ્થિતિ રહી હતી.

આ કેમ્પમાં શરદભાઈ મહેતાએ તમામ લોકોને માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શેરીયાજ ગામના યુવકો અને સર્વોદય સેવા સમિતિના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, આદિત્યભાઈ મહેતા, મનીષાબેન કોયાણીની સતત દેખરેખ નીચે કેમ્પમાં 700 જેટલા દર્દીઓની તપાસ- સારવાર બાદ બપોરે પ્રસાદ-ભોજન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...