ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુના જન્મ દિવસે જૂનાગઢમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ અંગે રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે, લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષ, તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું છે. મુક્તાનંદ બાપુના જન્મ દિવસ 17 મે, મંગળવારે સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ લોઢીયા વાડી સ્થિત તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે યોજાશે.
આ કેમ્પમાં આંખના સર્જન ડો. જલ્પાબેન સુથાર, પેટના રોગના સર્જન ડો. જયંત એચ. પંડયા, દાંતના રોગના નિષ્ણાંત ડો. જીલબેન સેવક, બાળરોગ નિષ્ણાંત ડો. અરૂણ કોઠારી, એમડી આયુર્વેદ ડો. બૈરાગી એ.એ., હાડકાના રોગના નિષ્ણાંત ડો. જીતેન્દ્ર કામલીયા, એમડી મેડિસન્સ ડો. ભરત ઝાલાવડીયા અને કસરત વિભાગના ડો. નિસર્ગ કોઠારી તેમજ ડો. ચિરાગ પાનસુરીયા પોતાની સેવા આપશે. ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ લેવા માટે 8488838683 નંબર પર કેસ નોંધાવવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.