તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિ:શુલ્ક એડમીશન:જૂનાગઢની મુરલીધર સ્કૂલમાં ધોરણ 9 અને 11 માં ફ્રિ પ્રવેશ

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સાયન્સના છાત્રોને નિ:શુલ્ક એડમીશન અપાશે

કોરોનાના કપરા કાળમાં પણ એક તરફ અનેક ખાનગી સ્કૂલો છાત્રો પાસેથી ફિ ઉઘરાવી રહી છે. બીજી તરફ એક સ્કૂલ એવી પણ છે, જે છાત્રોને સતત બીજા વર્ષે પણ ભાર વગરનું ભણતર આપવા તત્પર બની છે. આ સ્કૂલનું નામ છે શ્રી મુરલીધર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. શહેરના દાતાર રોડ પર આવેલી આ શાળાના આચાર્ય રજનીકાંતભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. અનેક છાત્રોના વાલીઓને રોજગારી ગૂમાવવાનો વારો આવ્યો છે. પરિણામે તેઓ છાત્રની ફિ ભરી શકે તેવી સ્થિતીમાં પણ નથી.

ત્યારે આવા છાત્રો માત્ર ફિ ભરવાના વાંકે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગત વર્ષે ધોરણ 9 અને 11ના સાયન્સના છાત્રોને ફિ ભરવામાંથી મુક્તિ આપી શાળામાં ફ્રિ માં પ્રવેશ અપાયો હતો. ગત વર્ષે 120 છાત્રોની 54,600ની ફિ થતી હતી. આ ફિની રકમ શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ ભરી આપી હતી. દરમિયાન ચાલુ વર્ષે પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે( 2021 -22) પણ ધોરણ 9 અને 11ના સાયન્સના છાત્રોને શાળામાં ફ્રિમાં પ્રવેશ આપવામાં આવશે. ફ્રિમાં શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક છાત્રોને 9427412231, 9428014853, 7575034575 નંબર પર સવારના 9થી બપોરના 12 સુધીમાં સંપર્ક કરી એડમિશન મેળવી લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો