તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીપીએસસીની પરીક્ષાના મહિલા ઉમેવાર સાથે 13,500ની છેતરપિંડી કરતા પોલીસે ક્લાસીસ સંચાલક પાસેથી આ રકમ ઉમેદવારને પરત અપાવી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા લોક કલ્યાણના કામો કરવા સૂચના આપી હતી. દરમિયાન મોતીબાગમાં રહેતી એક યુવતિએ જીપીએસસી ક્લાસ વનના ટ્યુશન માટે ઝાંઝરડા રોડ સ્થિત આઇસ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ નામના ટ્યુશન કલાસીસમાં 13,500ની ફિ ભરી હતી.
જોકે, ફિ લીધા બાદ ટ્યુશન કલાસ સંચાલકે ક્લાસ શરૂ કર્યા ન હતા. એટલું જ નહિ 1 વર્ષ થવા છત્તાંં ફિ પણ પરત કરતો ન હતો. દરમિયાન મધ્યમ વર્ગિય યુવતિએ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને જાણ કરતા આ અંગે બી ડિવીઝન પોલીસમાં જાણ કરાઇ હતી. બાદમાં બી ડીવીઝન પીઆઇ આર.બી. સોલંકી અને સ્ટાફે કલાસીસ સંચાલકને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા તેમણે ફિની લીધેલી પુરી રકમ પરત કરી આપી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.