છેતરપિંડી:બેન્ક કર્મી સાથે ઓનલાઇન ખરીદીના બહાને રૂા.1,25,000ની છેતરપિંડી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે મોબાઇલ, નાણાં આપવાની ના પાડી ધમકી આપી, પોલીસે નાણાં પરત અપાવ્યા

જૂનાગઢમાં બેન્ક કર્મી સાથે ઓનલાઇન ખરીદીના બહાને ગ્રાહકે 1,25,000ની છેતરપિંડી કરી ધમકી આપી હતી. આ અંગે બેન્ક કર્મીની રજૂઆત બાદ ગ્રાહક પાસેથી પોલીસે બેન્ક કર્મીને નાણાં પરત અપાવ્યા છે. ઝાંઝરડાની બેન્કમાં સર્વિસ કરતા કર્મીને બેેન્કના ગ્રાહક સાથે આંખની ઓળખાણ થઇ હતી. બાદમાં ગ્રાહકે ઓનાલાઇન મોબાઇલ મંગાવોતો 1,000થી 1,500નું કમિશન મળશે તેમ જણાવી બેન્ક કર્મીને 1,25,000ની કિંમતના મોબાઇલની ખરીદી કરાવી દીધી હતી.

બાદમાં ગ્રાહકે બેન્કે આવવાનું બંધ કર્યું! બેન્ક કર્મચારી દ્વારા ઉઘરાણી કરતા ગ્રાહકે મોબાઇલ કે નાણાં પરત કર્યા ન હતા. ઉપરાંતમાં છેલ્લે બેન્ક કર્મીને ધમકી આપી હતી કે, તારે જ્યાં જવું હોય ત્યાં જા. તને મોબાઇલ કે નાણાં કંઇ આપવાનો નથી. બાદમાં બેન્ક કર્મીએ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો. દરમિયાન રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવા લોક કલ્યાણના કાર્યો કરવા સૂચના આપી હતી.

ત્યાર ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સી ડિવીઝન પીએઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફને મોકલી માથાભારે બેન્કના ગ્રાહકને બોલાવી મોબાઇલનું રેકોર્ડીંગ સંભળાવી, પોલીસની ભાષામાં સાનથી સમજાવી દેતા તેને કાયદાનું ભાન થયું હતું. બાદમાં બેન્ક ગ્રાહકે તુરત 1,25,000 નો ચેક બેન્ક કર્મીને આપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...