છેતરપિંડી:ટ્રેક્ટર ભાડે લઈ જઈ નાણાં ન ચૂકવી 58 હજારની છેતરપિંડી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કામ પૂર્ણ થયા બાદ આપવાની વાત કરી હતી, ફરિયાદ

માણાવદર તાલુકાનાં મરમઢ ગામે રહેતા એક યુવાન સાથે ટ્રેક્ટરનાં ભાડાનાં પૈસાની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરનાં મરમઢ ગામનાં હેંમતભાઈ રાજશીભાઈ વરૂએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચિખલોદ્રા ગામે રહેતા જગુભાઈ જેઠાભાઈ ભેટારીયાએ જુદી જુદી જગ્યાએ ખેતરમાં માટી ભરવા તથા માટી, રેતી ઢાલવવાનાં કામો રાખ્યા હોય. જેમાં હેંમતભાઈનું ટ્રેક્ટર ભાડે રાખ્યું હતું. અને રૂ. 58 હજાર ભાડુ થયું હતું.

અને જગુએ કામ પૂર્ણ થયા બાદ આ નાણાં ચૂકવવાનો વિશ્વાસ આપ્યો હતો. કામ પૂર્ણ થઈ ગયા છતાં અને નાણાંની ઉઘરાણી કરવા છતાં પૈસા આપ્યા ન હતા. અને ભાડાનાં પૈસા આપી દીધા હોવાનું હેંમતભાઈનાં પિતાને જણાવી પૈસાની આપવાની ના પાડી હતી. છેતરપિંડી થતા હેંતમભાઈએ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...