છેતરપિંડી:શહેરના વેપારી સાથે 3 શખ્સોએ કરી 31,06,829ની છેતરપિંડી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીને વિશ્વાસમાં લેવા પ્રથમ ખરીદીમાં પેમેન્ટ કર્યું, બીજી ખરીદીમાં બૂચ માર્યું
  • 42 ટન ધાણા મંગાવી બાદમાં નાણાં ઓળવી ગયા

જૂનાગઢના વેપારી પાસેથી 42 ટન ધાણા મંગાવી પેમેન્ટ ન કરી 31,06,829ની છેતરપિંડી કરનાર 3 શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ બ્રિજેશભાઇ અશોકભાઇ રતનપરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છેેકે, તેમના કારખાને દાહોદના રૂદ્ર એન્ટરપ્રાઇઝ વાળા પ્રિતેશભાઇ કક્કડ ઉર્ફે રૂદ્રભાઇ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામમાં શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીના માલિક જીજ્ઞેશભાઇ કલોલા છે અને તેમનો વહિવટ મનોજભાઇ પટેલ કરે છે.

બહુ મોટી પેઢી છે તેમ કહી પ્રિતેશભાઇએ બ્રિજેશભાઇને તેમના કારખાનાએથી જીજ્ઞેશભાઇ કલોલા અને મનોજ પટેલ સાથે વાત કરાવી હતી. બાદમાં વિશ્વાસમાં લેવા 30 ટન ચણા કિંમત રૂપિયા 14,67,726ના અને 50 ટન ઘઉં કિંમત રૂપિયા 11,31,637ના ખરીદી કર્યા હતા અને પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. બાદમાં 42 ટન ધાણા કિંમત રૂપિયા 31,06,829ના મંગાવ્યા હતા. જ્યારે પેમેન્ટ માટે સંપર્ક કરતા જાણવા મળ્યું કે, જીજ્ઞેશભાઇ કલોલાએ પોતાની પેઢી બંધ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...