હત્યાનો પ્રયાસ:ચાર મહિલા,1 પુરુષના ઘરમાં ઘૂસી 6 શખ્સનો છરીથી હુમલો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં જૂના મનદુ:ખમાં હુમલો કર્યો, 6 સામે હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાઇ

જૂનાગઢનાં ભારતમીલનાં ઢોરા વિસ્તારમાં જુના મનદુ:ખમાં ઘરમાં ઘુસી છ શખ્સોએ 5 મહિલા અને એક પુરૂષ ઉપર હૂમલો કર્યો હતો,જેમાં 4 મહિલા અને 1 પુરૂષને છરીનાં ઘા મારી દીધા હતાં. આ ઘટનામાં છ શખ્સો સામે હત્યાનાં પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢનાં ભારતમીલનાં ઢોરા વિસ્તારમાં રહેતા અમીનબેન રહેમતખાન પઠાણનાં પુત્ર અબ્બાસને અપ્પુ સરવદી સાથે જુન મનદુ:ખ હતું. આ કારણે અપ્પુ સરવદી, કારિયો સોઢા રફલાનો ભાઇ, મારૂકડો શેખ, રફલો દંતો, નવાજ સરવદી, સમીરબાપુ રાત્રીનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો અને છરી, લોખંડનાં પાઇપ વડે હૂમલો કર્યો હતો. આ હૂમલામાં નજમાબેન, સબાનાબેન, વલીમહમદ, હનીફાબેન,અમીનાબેનને છરીનાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ સમીનાબેન સોડાની બોટલ અને લોખંડનાં પાઇપ વડે ઇજા પહોંચાડી હતી. અમીનાબેને છ શખ્સો સામે એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...