તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવગણના:જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર ચેકીંગ દરમિયાન મહારાષ્ટ્રથી RT-PCR રિપોર્ટ વગર આવેલા વધુ ચાર મુસાફરો સામે ગુનો નોંધાયો

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં જાહેરનામાં ભંગ બદલ 50થી વધુ લોકો સામે ફરિયાદ

જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર મહારાષ્ટ્રથી છેલ્લા 72 કલાકના નેગેટીવ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વીના આવેલા વધુ ચાર મુસાફરો સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 50થી વધુ લોકો સામે જાહેરનામાં ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.

કોરોના મહામારી વચ્ચે અન્ય રાજ્યમાંથી ગુજરાત પ્રવેશવા સમયે 72 કલાક અગાઉનો નેગેટીવ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. ત્યારે જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર આવેલી બાંદ્રા વેરાવળ ટ્રેનમાં મુંબઈથી જૂનાગઢ ખાતે આવેલા ધોરાજીના ભરત નાનાભાઈ પરમાર, વિષ્ણુ દાવલ ચંદન, જૂનાગઢના ત્રિકમદાસ ભીમદાસ પારવાણી અને કમુબેન શામજીભાઈ પરમાર પાસે રેલવે પોલીસે ચેકીંગ દરમિયાન રીપોર્ટ બતાવવા જણાવ્યું જે ન હોવાને કારણે ચારેય પ્રવાસીઓ સામે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જૂનાગઢ જિલ્લામાં માસ્ક વિના ફરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા તેમજ રાત્રીના કર્ફયુ ભંગ બદલ વધુ 53 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો