સિદ્ધિ:નીટની પરીક્ષામાં આલ્ફા વિદ્યા સંકુલની ચાર દિકરીઓ ઝળકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્લીસ સાયન્સ એકેડેમીનાં વિદ્યાર્થીઓનું 1 થી 3 માં સ્થાન

વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં જેનો અનેરો ફાળો ગણી શકાય તેવી પરીક્ષાઓ પૈકી સર્વશ્રેષ્ઠ પરિક્ષા ગણાતી નીટની પરીક્ષામાં જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલે ફરી ડંકો વગાડ્યો છે. આ વર્ષે યોજાયેલી નીટની પરીક્ષામાં આલ્ફા વિદ્યા સંકુલની 4 દિકરીઓએ સર્વશ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે.

ખાસ કરીને પટેલ સૃષ્ટિએ 720માંથી 633, કાસુન્દ્રા હિરલે 620, ગોહલ સુનિતાએ 618 અને ડેર પૂજાએ 619 માર્કસ મેળવ્યા છે. જ્યારે વર્ષ 2015થી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે તેવી સંસ્થા એક્સિસ ઇન્સ્ટિટ્યુટનું પણ જી, નીટનું ઝળહળતું પરિણામ આવ્યું છે. સંસ્થાના સર્વેશ કુશવાહાના માર્ગદર્શનમાં ચાલતી આ સંસ્થામાં નીટમાં 600થી વધુ માર્કસ મેળવનાર 5 છાત્રોમાં પ્રિયાંશુ મંડલીએ 665 અને દેવાંગી કરંગીયાએ 629 માર્ક મેળવ્યા છે. જયારે 500થી વધુ માર્કસ મેળવનાર 15 વિદ્યાર્થીઓ અને 450થી વધુ માર્કસ મેળવનાર પણ 15 વિદ્યાર્થીઓ છે.

દરમિયાન જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડનું સ્થાન મેળવી બ્લીસ સાયન્સ એકેડેમીનાં વિદ્યાર્થીઓએ જૂનાગઢનું નામ રોશન કર્યું છે. સાત્વિક ફળદુએ 690 માર્ક સાથે પ્રથમ નંબર, દિયા પટેલે 678 માર્ક સાથે બીજો નંબર અને ધૃવિન ગધેસરીયાએ 651 માર્ક સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ત્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા બદલ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર રાજેશ તન્ના, શિક્ષણવિદ પ્રદિપભાઇ ખિમાણી અને બહાઉદીન કોેલેજનાં પ્રિન્સીપાલ રાજેશ ભટ્ટે શુભેચ્છા પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...